સાંસ્કૃતિક કાર્યક્રમ – ૨૦૨૫–૨૬
સ્થળ: સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ
આયોજક: યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
સહયોગી સંચાલક: જીલ્લા કચેરી પોરબંદર
શૈક્ષણિક સહયોગ: રાણાવાવ નગરપાલિકા
પરંપરાને પોકારતો સાંસ્કૃતિક ઉજાસ...
શાળા એ માત્ર શીખવાની જગ્યા નથી – ત્યાં સંસ્કાર ઊગે છે, સાંસ્કૃતિક ભાવના પુષ્પિત થાય છે અને બાળકનું આખું જીવન ઘડાય છે. આવી એક પાવન અને જીવંત અનુભૂતિ સ્ટેશન પ્લોટ કન્યા શાળામાં અંકિત થઈ, જ્યાં "સાંસ્કૃતિક કાર્યક્રમ – ૨૦૨૫–૨૬" અંતર્ગત યુવાઓમાં ઊર્જા, ઉત્સાહ અને ઉપકારક સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો.
વિશિષ્ટ વિગતો અને કાર્યક્રમ સંચાલન:
આ કાર્યક્રમ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ખૂબજ ઊંડાણપૂર્વક તૈયારી અને ભાવપૂર્વક રજૂ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સુનિયોજિત સંચાલન પૂનમબેન અને વર્ષાબેન દ્વારા કરવામાં આવ્યું, જેઓ હાલમાં B.Ed. ની તાલીમાર્થી તરીકે શાળામાં સેવા આપી રહી છે.
શાળાના શિક્ષકગણ — વાઘસાહેબ, શિલ્પાબેન, સંગીતાબેન, કૃષ્ણાબેન, મણીબેન, વીરાભાઇ અને કિશનભાઇ — દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમની મહેનતને કારણે દરેક રજૂઆત દર્શનીય બની.
વાલીમહાશયો પણ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ આપ્યો. શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી દ્વારા પ્રસંગોપાતી ઉદ્ઘોષણ અને વાલીઓને વર્તમાન સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ અંગે જાગૃતિપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું.
માન્ય મહેમાનોનો આગમન અને માર્ગદર્શન:
🔹 જૈમિષ બામણિયા દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધી શકે એવા પ્રેરણાસ્પદ વિચારો સાથે ઉદ્દબોધન કરવામાં આવ્યું.
🔹 શ્રી કુમાર પે સે શાળા – રાણાવાવના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા અને યુવાનો માટે ઉન્નતિ તરફ દોરી જાય એવું ઊંડું પ્રવચન આપ્યું.
🔹 વિશેષ આભાર મનિષ સાહેબને, જેમની પહેલથી શાળાને આ કાર્યક્રમ ફાળવવામાં આવ્યો અને સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો.
આકર્ષક કાર્યક્રમો અને ઉપસ્થિતિ:
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રંગત ભરેલ વિવિધ રજૂઆત કરવામાં આવી:
🌸 સાંસ્કૃતિક રાસ-ગરબા – જ્યાં ગુજરીયુ ગઢ્યું અને તાળી-દાંડીયાની રણકારે આંગણું ઝમઝમતું થયું.
🌸 નાટ્યપ્રસ્તુતિ: “એક પીડિત દીકરીની વેદના” – લાગણીઓથી ભરપૂર આ નાટ્યએ સૌના હૃદયને સ્પર્શ્યું.
🌸 લગ્નગીત અને લોકસંગીતોની ઝાંખી – જે લોકસંસ્કૃતિને જીવંત કરી ગઈ.
🌸 ભારતીય નાટ્યશાસ્ત્ર આધારીત ગણપતિ સ્તુતિ – ભવ્ય નૃત્ય સાથે સાંસ્કૃતિક ઊર્મિને શીર્ષસ્થાન આપ્યું.
વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, અભિવ્યક્તિની તેજસ્વિતા અને સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધાએ સમગ્ર હોલમાં ઉર્જાનો ઉલાસ ફેલાવ્યો.
અંતિમ સંદેશ:
આ કાર્યક્રમ એ માત્ર એક દ્રશ્ય રજુઆત નહોતો – તે સંસ્કૃતિના સ્પંદનને હૃદયથી અનુભવવાનો અવસર હતો. શિક્ષણ અને સંસ્કાર જ્યારે હાથમાં હાથ મિલાવે ત્યારે આવા કાર્યક્રમો સંભવ બને છે.
આમ, સમગ્ર શાળાકુલ, શિક્ષકો, તાલીમાર્થીઓ અને વાલીઓના સહયોગથી કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો.
આવો, આપણે સહું મળીને આવાં કાર્યક્રમો દ્વારા આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીએ – અને બાળકોના ભવિષ્યને ગૌરવમય બનાવીએ.
Cultural Program – 2025–26
Venue: Station Plot Girls School, Ranavav
Organizer: Youth Services and Cultural Activities Department, Gandhinagar
Coordinating Authority: District Office, Porbandar
Educational Support: Ranavav Municipality
A Cultural Radiance That Echoes Tradition...
A school is not just a place for learning – it is a space where values take root, cultural sentiments blossom, and a child’s entire personality is shaped. Such a sacred and vibrant moment was witnessed at Station Plot Girls School, where the “Cultural Program – 2025–26” beautifully showcased the vibrant synergy of youth energy, enthusiasm, and cultural integrity.
Highlights and Program Coordination:
The program was presented with heartfelt dedication and thorough preparation by the students of the school. The entire event was meticulously compered by Poonamben and Varshaben, who are currently B.Ed. trainees serving at the school.
The school teachers — Waghsir, Shilpaben, Sangeetaben, Krishnaben, Maniben, Veerabhai, and Kishanbhai — guided the students in their preparations, and thanks to their efforts, each presentation turned out to be impactful and expressive.
A large number of parents were also present to encourage the students. The school Principal, Mr. Chetanbhai Joshi, addressed the audience with a relevant speech and also offered insightful guidance to parents regarding the current educational and social scenario.
Guest Presence and Inspirational Guidance:
🔹 Mr. Jaimish Bamaniya inspired the students to move ahead in the field of science through his motivational address.
🔹 The Principal of Kumar Pa Se School, Ranavav, was also present and delivered an empowering talk directed toward the youth.
🔹 A special thanks to Mr. Manish, whose initiative enabled the allocation of this program to the school and contributed significantly to its success.
Captivating Performances and Participation:
The program featured a variety of vibrant and traditional cultural performances by students:
🌸 Cultural Raas-Garba – the school courtyard resonated with rhythmic claps and lively steps.
🌸 Drama: “The Agony of a Suffering Daughter” – an emotionally stirring play that touched everyone’s hearts.
🌸 Wedding songs and folk music showcase – bringing regional traditions to life.
🌸 Ganpati Stuti based on Indian Classical Dance – a divine invocation performed with grace and discipline.
The confidence, expressiveness, and cultural reverence displayed by the students filled the venue with a powerful and joyous energy.
Final Message:
This program was not just a visual display – it was an opportunity to truly experience the heartbeat of our culture. When education walks hand in hand with values, such events are not only possible but flourish meaningfully.
Thus, with the cooperation of the entire school team, teachers, trainees, and parents, the program turned out to be a great success.
Let us all come together through such programs to keep our traditions and culture alive – and shape a bright and value-based future for our children.
No comments:
Post a Comment