Wednesday, 10 September 2025

જિલ્લા કલા મહાકુંભ 2025

 


જીલ્લા કલા મહાકુંભ – ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં યોજાયેલી વિવિધ કલા સ્પર્ધાઓમાં સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવની વિદ્યાર્થીનીઓએ ગૌરવપ્રદ સફળતા મેળવી છે.

શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાની કલાત્મક પ્રતિભા, શ્રદ્ધા અને મહેનતના આધારે જુદી-જુદી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ રાણાવાવ શહેરનું નામ રોશન કર્યું છે.


લગ્નગીત સમૂહ ગાન સ્પર્ધામાં પૂજા મહાવીરભાઈ કારેણા તથા ગ્રુપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.


સુગમ સંગીત (૨૧ થી ૫૯ વર્ષ વય જૂથ) સ્પર્ધામાં શિલ્પાબેન દાસાએ પ્રથમ સ્થાન મેળવ્યું.


વાર્તા કથન સ્પર્ધામાં રાબિયા બસરી શેઠાએ તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.



આ વિજયો માટે સ્ટેશન પ્લોટ કન્યા શાળા પરિવાર તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. તેમની કલાત્મક પ્રતિભા અને સર્જનશીલતાને કારણે શાળા આજે કલા ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવે છે.


સાથે જ આ સફળતાઓ પાછળ માર્ગદર્શન આપનાર શિક્ષકો, સહયોગ આપનાર માતા-પિતા તથા કાર્યક્રમના આયોજનકર્તાઓનો વિશેષ આભાર માનવામાં આવે છે. ભવિષ્યમાં પણ અમારી શાળાની વિદ્યાર્થીનીઓ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી સૌની શુભકામનાઓ.


— સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...