Wednesday, 7 October 2026

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

 










સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન

GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2025-26 અંતર્ગત સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે એન.જી.સી. ઈકો ક્લબ દ્વારા બે મહત્વના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા.

(1) Save Water કાર્યક્રમ

તારીખ 25 સપ્ટેમ્બરના રોજ 'Save Water' વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં 190 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તજજ્ઞ વજસીભાઈ મુળુભાઈ વાઘ અને ચેતનભાઈ જોશીએ જળ સ્ત્રોત, જળ પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જની જળચક્ર પરની અસર અંગે માર્ગદર્શન આપ્યું. સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના સહયોગથી 30થી વધુ પ્લાન્ટ પિંજરાનું યોગદાન મળ્યું અને વિદ્યાર્થીનીઓએ જળ સંરક્ષણ અંગે શપથ લીધા.

(2) Reduce Plastic Pollution કાર્યક્રમ

તારીખ 6 ઓક્ટોબરના રોજ 'Reduce Plastic Pollution' વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં તજજ્ઞ તરીકે ડૉ. કુણાલ એન. ઓડેદરા સાહેબે 190 વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું. પ્લાસ્ટિક પ્રદૂષણની વધતી સમસ્યા, તેની પર્યાવરણ પર થતી અસરો તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો અંગે વિદ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી.

બંને કાર્યક્રમો થકી શાળાના એન.જી.સી. ઈકો ક્લબની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો. શાળા પરિવારે GEER Foundation અને તમામ તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો.

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...