પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન - 2025
સ્થળ: સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ
તારીખ: 27/06/2025
આયોજક: સ્ટેશન પ્લોટ કન્યા શાળા પરિવાર
મુખ્ય મહેમાન: શ્રી રણવીર એચ. જેતાવત સાહેબ (નાયબ સચિવ, શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગર)
વિશિષ્ટ મહેમાનો:
ડોડિયા સાહેબ (સભ્ય, જિલ્લા પંચાયત)
અરજણભાઇ મારું લાઈઝન અધિકારીશ્રી
જેઠાભાઈ શામળા (સભ્ય, નગરપાલિકા)
પ્રભાબેન (સભ્યા, નગરપાલિકા)
ધર્મેશભાઈ (સભ્ય, નગરપાલિકા)
વિસ્તારના અગ્રણીઓ
શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સદસ્યો
વાલીમંડળ અને શિક્ષકમિત્રો
કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના પાવન પ્રસંગે શાળા પરિસર સુશોભિત અને શોભાયમાન બનાવવામાં આવ્યો હતો. વહેલી સવારે શાળાના બાળકવિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકવર્ગની હાજરીમાં પુષ્પાવલિથી મહેમાનોનું સ્વાગત, દીપપ્રાગટ્ય અને મંગળપ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
"જ્યાં દીપ પ્રગટે ત્યાં અંધારું ભાગે, શિક્ષણના શરણે ભવિષ્ય આગળ વાટે લાગે…"
આ વર્ષે બાલવાટિકા, ધોરણ-૧ તથા આંગણવાડીની નાની દીકરીઓને શાળામાં પ્રવેશ અપાયો. કીટ વિતરણ, તિલક અને મીઠાં સ્વાગતથી દીકરીઓને ભવ્ય અભિવાદન સાથે પ્રવેશ અપાયો.
"માસૂમ મુસ્કાન લઈને આવ્યું નવું પથ, શિક્ષણથી થાશે દીકરીઓના સપનાનું સાકાર થ…"
કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના વેબસાઇટનું ઉદ્ઘાટન અને આચાર્યશ્રી દ્વારા તૈયાર કરાયેલ પ્રીવોકેશનલ પુસ્તિકા નું વિમોચન મુખ્ય મહેમાન શ્રી રણવીર જેતાવત સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
"જ્ઞાનપથના પ્રવાહી શ્રોતને મળ્યું નવું માધ્યમ, નવી દિશા, નવી દૃષ્ટિ, નવી શક્તિનું આવાહન…"
શ્રી રણવીર એચ. જેતાવત સાહેબે પ્રાસંગિક પ્રવચનમાં દીકરીઓના ઘડતર, શિક્ષણમાં વાલીઓ અને શિક્ષકોની ભૂમિકા વિશે સરસ અને મર્મસ્પર્શી વાતો કરી. સાહેબે પોતાની આગવી શૈલીમાં જીવન મૂલ્યો, પ્રતિબદ્ધતા અને સમાજના સહયોગથી દીકરીઓના ભવિષ્ય ઘડતર પર દૃષ્ટિપાત કર્યો.
"દીકરી નહિ હવે બોજ બનશે, જ્ઞાનના શરણે ઉજાસે બનશે… એજ સાચો ઉત્સવ હશે, જ્યાં દરેક દીકરી શિક્ષણથી સશક્ત થશે…"
કાર્યક્રમ અંતે સૌએ મળીને પર્યાવરણ બચાવવા પ્રતિજ્ઞા લીધી અને સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
"એક વૃક્ષ નહીં, એક ઉંમરનું આશ્રય છે, હરિયાળીથી ભરેલું ભવિષ્યનું વચન છે…"
પછી શાળાની SMC ટીમ અને વાલીઓ સાથે ચર્ચા સભા યોજાઈ. જેમાં સાહેબે શાળાની કામગીરી, વિકાસની દિશા અને વાલીઓના પ્રશ્નો અંગે મૌલિક અને ઉપયોગી માહિતી આપી. શિક્ષણ ક્ષેત્રે સમાજના સહયોગનું મહત્વ સમજાવ્યું.
કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ તમામ મહેમાનો, વાલીઓ, SMC સભ્યો, શિક્ષકમિત્રો અને બાળકોએ કાર્યક્રમમાં સહભાગી થઈને ઉત્સવને સફળ બનાવ્યો તેનો હૃદયથી આભાર માન્યો. ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગ માટે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
"પ્રવેશ માત્ર શાળાનો નહીં, એક દીકરીના નવા ભવિષ્યમાં છે દસ્તક
School Enrollment Drive and Kanya Kelavani Abhiyan – 2025
Venue: Station Plot Kanya School, Ranavav
Date: 27/06/2025
Organized by: Station Plot Kanya School Family
Chief Guest: Mr. Ranveer H. Jetavat (Deputy Secretary, Urban Development Department, Gandhinagar)
Special Guests:
Mr. Dodia (District Panchayat Member)
Mr. Jethabhai Shamla (Municipality Member)
Ms. Prabhaben (Ward Member, Municipality)
Mr. Dharmeshbhai (Ward Member, Municipality)
Eminent local community leaders
SMC (School Management Committee) Members
Parents and dedicated teachers
On this auspicious occasion of the Kanya Kelavani and School Enrollment Festival, the school campus was beautifully decorated and filled with enthusiasm. The program commenced early in the morning with the welcoming of all esteemed guests with flowers, followed by lamp lighting and a devotional prayer.
"Where the lamp is lit, darkness disappears,
With education begins the journey toward a brighter future…"
This year, young girls from Balvatika (pre-primary), Grade 1, and Anganwadi were warmly welcomed into the school. Their entry was celebrated with kit distribution, tilak ceremony, and cheerful songs.
"Innocent smiles bring new hopes,
Their dreams shall be fulfilled through the light of education…"
During the event, meritorious girl students were honored for their outstanding performances. The new school website was officially launched, and a pre-vocational booklet, authored by the school principal, was unveiled by the chief guest Mr. Ranveer Jetavat.
"A new medium has emerged for the stream of knowledge,
A new direction, a new vision, a new energy takes birth…"
In his address, Mr. Jetavat delivered an impactful and heartfelt speech. He emphasized the vital roles of education, parental involvement, and teacher dedication in shaping the future of every girl. With his unique and inspiring style, he spoke about life values, responsibility, and community partnership in nation-building.
"A daughter is no longer a burden,
She shines in the shelter of knowledge…
That is the true celebration,
Where every girl becomes empowered through education…"
At the conclusion of the program, all present took a pledge to protect the environment, and tree plantation was carried out by the dignitaries.
"Not just a tree,
But a shelter for generations to come…
A green promise for a better tomorrow…"
Later, a discussion session was held with the School Management Committee (SMC) and parents. Mr. Jetavat addressed various questions and concerns from the parents and highlighted the school’s achievements and future direction with thoughtful insights.
In the end, the school principal expressed heartfelt gratitude to all the dignitaries, parents, teachers, and students for their active participation and support. Special thanks were extended to the Government of Gujarat and the Education Department for their continuous guidance and encouragement.
"This is not just school admission,
It is the first step into a girl's bright future…"





No comments:
Post a Comment